Wednesday, September 22, 2021
Homeસ્મિથ અને વૉર્નર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરી શકે છે, 28 માર્ચે હટી...
Array

સ્મિથ અને વૉર્નર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરી શકે છે, 28 માર્ચે હટી જશે 12 માસનો પ્રતિબંધ

સ્પોર્ટસ ડેસ્ક.ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર સામે બોલ ટેમ્પરિંગને લઈને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા ઉપર 12 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હવે આ મહિનાની 28 તારીખે પૂર્ણ થવાનો છે. ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સાથે 22 માર્ચથી પાંચ વન-ડેની સીરિઝ રમવાની છે. જેમાં 29 અને 31 માર્ચે રમાનારી બે મેચમાં સ્મિથ અને વૉર્નર સામેલ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.

પાક. સામેની સીરિઝની ટીમમાં સ્મિથ-વૉર્નરના નામ નથી

ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી 22 માર્ચથી પાકિસ્તાન સામે વન-ડે સીરિઝ રમવા જઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમની યાદીમાંથી સ્મિથ અને વોર્નરના નામ બાકાત રાખવામાં આવ્યા છે. પણ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સાથે સંકળાયેલી વેબસાઈટ www.cricket.com.au ના જણાવ્યા મુજબ આ બન્નેને પછીથી ટીમમાં સામેલ કરી શકાશે. હાલમાં તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સાથેની વન-ડે સીરિઝ રમી રહી છે. જેની છેલ્લી મેચ આવતી કાલે 13 માર્ચે દિલ્હી ખાતે રમાવાની છે.
સ્મિથ અને વૉર્નરની ટીમમાં વાપસીને લઈને ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય પસંદગી સમિતિનો નિર્ણય, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો મેડિકલ સ્ટાફ અને છેલ્લું ઈજીએમ(ટીમ પર્ફોર્મન્સ) બેલિંડા ક્લાર્ક નક્કી કરશે કે આ બંને ખેલાડીને ટીમમાં સામેલ કરવા કે કેમ. આ બંને અંગે એ પણ નક્કી કરવામાં આવશે કે તેમને સીધે સીધા જ આંતરાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવા કે પછી તેમને ભારતમાં પહેલાં આઈપીએલમાં તક આપવામાં આવે.
કોણીની ઈજામાંથી બંને બહાર આવી રહ્યા છે
સ્મિથ અને વૉર્નર બંનેને કોણીની ઈજા થઈ છે. હવે કોણીની ઈજામાંથી બહાર આવી ગયો હોવાની સાબિતિ પુરાવતાં વોર્નરે ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટ ક્લબ માટે સદી ફટકારી હતી. બીજી તરફ સ્મિથે નેટ ઉપર બેટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોતે ફીટ હોવાની સાબિતી પુરાવી છે.
પ્રતિબંધના કારણે સ્મિથ અને વૉર્નર રાષ્ટ્રીય ટીમ સાથે ટ્રેનિંગ નથી લઈ શકતા. પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલર્સ સાથે અભ્યાસ કરી રહ્યા છે. બંનેએ આ પહેલાં પૈટ કમિંસ, મિશેલ સ્ટાર્ક અને જોસ હેજલવુડ સામે બેટિંગની પ્રેક્ટિસ કરી હતી.
જોનસને કહ્યું-બન્નેને પહેલાં IPLમાં તક આપવી જોઈએ
ઓસ્ટ્રેલિયન ટીમનાં પૂર્વ બોલર મિશેલ જોનસનનું કહેવું છે કે, બંને ખેલાડીઓએ ટીમનાં દરેક સભ્યો સાથે મળવું જોઈએ. જે આઈપીએલ અને વર્લ્ડકપનાં પ્રેસરને ઝીલવા માટે જરૂરી છે. બંને ટીમ સાથે જોડાય અને જૂએ કે નવા ખેલાડીઓ કેવી રીતે કામ કરી રહ્યા છે. કારણકે બંને હાલમાં ટીમને બહારથી જ જોઈ રહ્યા છે. ટીમ સાથે મળ્યા નથી.
6.વધુમાં જોન્સને કહ્યું કે, મને લાગે છે બંને ખેલાડીઓને પહેલાં આઈપીએલ રમવી જોઈએ. ત્યારબાદ રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવું જોઈએ. ઓસ્ટ્રેલિયલ ટીમે રાંચીની વન-ડેમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતાં એવું લાગે છે કે, ટીમ હવે એક થઈ છે. બધાં જ એક લક્ષ્ય સાથે મેદાને ઉતરે છે અને આગળ વધે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments