Thursday, September 23, 2021
Homeસ્વચ્છતા અંગે જાગૃતિના મેસેજ સાથે ડોક્ટર દંપતીએ દીકરીનો બર્થ ડે 150 સફાઇ...
Array

સ્વચ્છતા અંગે જાગૃતિના મેસેજ સાથે ડોક્ટર દંપતીએ દીકરીનો બર્થ ડે 150 સફાઇ કામદાર સાથે ઉજવ્યો

વડોદરા :  સમગ્ર દેશમાં સ્વચ્છતાનાં વડોદરાના 79મો નંબર આવ્યો છે, ત્યારે શહેર વધુ સ્વચ્છ બંને અને લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતતા કેળવાય તે આશયથી વડોદરા શહેરના ડોક્ટર દંપતીએ વોર્ડ ઓફિસ ખાતે 150 સફાઈ કામદારો સાથે પોતાની દીકરીનો જન્મદિવસની ઉજવણી કરી હતી. સફાઇ સેવકોની કોઇ પણ જ્ઞાતિ-ધર્મ અને લાલચ માં આવીને નિષ્પક્ષ રીતે વોટિંગ કરવાના શપથ પણ ડોક્ટર દંપતીએ લેવડાવ્યા હતાં. સમા વિસ્તારમાં રહેતા દંપતી ડો.વિદ્યાસાગર પટેલ અને પ્રાચી પટેલ ડેન્ટિસ્ટ તરીકે સેવા આપે છે


ડો.વિદ્યાસાગર પટેલે જણાવ્યું કે, મારી દિકરા વેદાંતી પટેલ(ઉ.વ. 9)ના જન્મ દિવસે મારે કંઈક અલગ કરવું હતું, જેથી સમાજને પણ એક સંદેશો મળે. વિચાર કરતા સમગ્ર દેશમાં વડોદરાના સ્વચ્છતાનાં 79મો નંબર મળ્યો હોવાનું ધ્યાને આવ્યું. જેથી વડોદરા કેવી રીતે વધુ સ્વચ્છ બંને અને શહેરીજનોમાં પણ સ્વચ્છતા માટે જાગૃતતા આવે તે માટે સ્વચ્છતા કર્મચારીઓ વચ્ચે દીકરીનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું હતું. અને સમા વોર્ડ ઓફિસમાં પહોંચી મારો વિચાર અધિકારીઓ સમક્ષ મૂક્યો, અને તેઓ માની ગયા. જેથી 150 સ્વચ્છતા કર્મચારીઓ વચ્ચે દીકરીનો જન્મદિવસ ઉજવ્યો હતો. દરેક કર્મચારીઓને નાસ્તો કરાવ્યા બાદ તેમને આગામી 23 એપ્રિલનુ રોજ કોઈ પણ ધર્મ-જ્ઞાતિ તેમજ લાલચમાં આવ્યા વગર નિષ્પક્ષ વોટ કરવા માટે શપથ પણ લેવડાવ્યા હતા.

સફાઈ કર્મચારીઓ મારા આ પ્રયાસથી ખુબ જ ખુશ થયા અને તેઓનું કામ કેટલું મહત્વનું છે, તે પણ લોકો સમજ્યાં, જ્યારે સફાઈ કર્મચારીઓએ પણ શહેરીજનોને સ્વચ્છતા માટે જાગૃત કરશે તે માટે પણ સમંત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments