સ્વચ્છતા સર્વે : ઈન્દોર ત્રીજી વખત અવ્વલ, ભોપાલ સૌથી સ્વચ્છ પાટનગર, નાના શહેરોમાં ઉજ્જૈને બાજી મારી

0
45

ઈન્દોરઃ સ્વચ્છતા સર્વેક્ષણ-2019 માટે  દેશનાં સૌથી સ્વચ્છ શહેરોની જાહેરાત બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે કરાઈ છે. આ સર્વેમાં ઈન્દોર સતત ત્રીજી વખત અવ્વલ આવ્યુ છે. સૌથી સ્વચ્છ પાટનગરોમાં ભોપાલ પહેલા ક્રમે છે. 10 લાખથી વધારે આબાદી વાળા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી ઓછી વસ્તી વાળા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

 

મંત્રાલય પ્રમાણે, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં 4237 શહેરોનું સર્વેક્ષણ 28 દિવસોમાં કરાયુ છે. આ દરમિયાન વિવિધ ટીમોએ 64 લાખ લોકોનો ફીડબેક લેવાયો હતો. સાથે જ સોશયલ મીડિયાનાં માધ્યમથી આ શહેરોનાં 4 કરોડ લોકો પાસેથી તેમનાં મંતવ્ય લેવામાં આવ્યા હતા. ટીમે આ શહેરોનાં 41 લાખ તસવીરો એકઠી કરી હતી. સર્વેક્ષણમાં સામેલ શહેરોની તરફથી સ્વછતાનાં સંદર્ભમાં 4.5લાખ ડોક્યુમેન્ટ  અપલોડ કરાયા હતા.

સાત કેટેગરીમાં પુરસ્કાર મળ્યા
 • સૌથી સ્વચ્છ શહેરઃ ઈન્દોર
 • સૌથી સ્વચ્છ અને મોટુ શહેરઃ અમદાવાદ(10 લાખથી વધુ વસ્તી ધરાવતુ શહેર)
 • સૌથી સ્વચ્છ મધ્યમ વસ્તી ધરાવતુ શહેરઃ ઉજ્જૈન(3-10 લાખની વસ્તી)
 • સૌથી સ્વચ્છ અને નાનું શહેરઃ NDMC દિલ્હી (3 લાખથી ઓછી વસ્તી )
 • સૌથી સ્વચ્છ પાટનગરઃ ભોપાલ
 • સૌથી સ્વચ્છ કૅન્ટૂન્મન્ટઃ દિલ્હી કૈંટ
 • સૌથી સ્વચ્છ ગંગા ટાઉનઃ ગૌચર, ઉત્તરાખંડ
ઈન્દોર આ કારણે ત્રીજી વખત નંબર-1 શહેર
 • દેશનું પહેલુ એવુ શહેર, જેને ટ્રેંચિંગ ગ્રાઉન્ડને પુરી રીતે ખતમ કરીને નવો પ્રયોગો શરૂ કર્યા
 • 100 ટકા કચરાનો નિકાલ અને બિલ્ડીંગ મટેરિયલ અને વ્યર્થ નિર્માણ સામગ્રી એકઠી કરી તેનો યોગ્ય ઉપયોગ
 • કચરાની ગાડીઓનાં મોનિટરિંગ માટે GPS, કંટ્રોલ રૂમ અને 19 ઝોનની જુદી જુદી 19 સ્ક્રીન
 • 29 હજારથી વધુ ઘરોમાં લીલા કચરાથી હોમ કમ્પોસ્ટિંગનું કામ
 • દેશનાં પહેલા ડિસ્પોઝલ ફ્રી માર્કેટ જેમાં હાલમાં 56 દુકાન વિસ્તારોને સામેલ કરાયા છે.
 • પહેલુ એવુ શહેર, જ્યાં લાખો લોકોની હાજરીનાં 2 ઝીરો વેસ્ટ ઈવેન્ટ થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here