Monday, October 18, 2021
Homeસ્વાઇન ફ્લૂને પગલે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મુલાકાત લીધી
Array

સ્વાઇન ફ્લૂને પગલે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મુલાકાત લીધી

વડોદરાઃ વડોદરા શહેરમાં દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે. જેને લઇને કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની ટીમે આજે સયાજી હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. અને સમગ્ર વોર્ડની તપાસ કરી હતી.

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની મુલાકાત લીધી હતી. અને સ્વાઇન ફ્લૂ અંગે માહિતી મેળવી હતી.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ અંગેની તપાસ કર્યા બાદ કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ રિપોર્ટ તૈયાર કરશે અને તે રિપોર્ટ કેન્દ્ર સરકારને આપશે. મહત્વપૂર્ણ છે કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પણ સ્વાઇન ફ્લની સારવાર માટે દર્દીઓ આવે છે. અને કેટલાક દિવસથી વડોદરામાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments