Wednesday, September 22, 2021
Homeસ્વાઈન ફ્લુ : 2019ના પહેલાં 3 મહિનામાં જ 4300 કેસ
Array

સ્વાઈન ફ્લુ : 2019ના પહેલાં 3 મહિનામાં જ 4300 કેસ

સુરતઃ ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ કેર વર્તાવવાનું જારી રાખતાં છેલ્લા ત્રણ મહિનામાં 4300 જેટલા કેસ નોંધાયા છે. લોકસભા ચૂંટણીને લઈને હેલ્થ વિભાગમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે પણ સ્વાઈનના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી. છેલ્લા ત્રણ મહિનામાં 4300 કેસ નોંધાયા છે. જે વર્ષ 2018 કરતા ડબલ થયા છે. જ્યારે ગત રોજ એકનું મોત અને સુરત-અમદાવાદમાં 24 વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં માર્ચ સુધીમાં સ્વાઈન ફ્લુના કારણે અંદાજે 125 લોકોના મોત નિપજ્યાં છે.

આ વર્ષે સ્વાઈન ફ્લુ સૌથી ખતરનાક બન્યો
ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના રોગચાળાને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અન્યત્ર જગ્યાઓ ઉપર પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુનો રોગચાળો સૌથી ખતરનાક બની ગયો છે. સ્વાઇન ફ્લુને રોકવા માટે હેલ્થ વિભાગ દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીને લઈને ચિંતા
લોકસભા ચૂંટણીન જાહેરાત થઈ ગઈ છે. લોકસભાના ઉમેદવારો ચૂંટણી રેલી, સભાઓ કરવાની તૈયારીઓ કરી રહી છે. જ્યારે હેલ્થ વિભાગે સ્વાઈન ફ્લુને લઈને ચિંતામાં આવી ગઈ છે.  ગુજરાતમાં સ્વાઈન ફ્લુ ઓક્ટોબર 2018થી સક્રિય થયો હતો. જેમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં વધારો થયો હતો. જ્યારે હાલ માર્ચ મહિનામાં તાપમાનમાં વધારો થયો હોવા છતા સ્વાઈન ફ્લુના કેસોમાં ઘટાડો થયો નથી. 2017 અને 2018ના સ્વાઈન ફ્લુના કેસો કરતા 2019ના ત્રણ મિહનામાં જ વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે.
પાંચ-છ દિવસમાં કેસોમાં ઘટાડાની શક્યતા
હેલ્થ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં તાપમાન વધવાની આશા હતી. જોકે, તાપમાન નોર્મલ રહ્યું છે. અને સ્વાઈન ફ્લુના કેસો ઘટવાનું નામ લઈ રહ્યા નથી. તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જોકે, કેસોમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આગામી પાંચ-છ દિવસમાં કેસોમાં ઘટાડાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેણે વુધમાં ઉમેર્યું હતું કે, સ્વાઈન ફ્લુથી મોતના કારણોમાં દર્દીને સ્વાઈન ફ્લુ અંગે મોડી જાણ થવી હોવાનું સામે આવ્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments