સ્વાઈન ફ્લૂના કેર વચ્ચે 35 હજાર આરોગ્યકર્મીઓ સરકાર સામે પડ્યા, 15મીથી હડતાલ પર

0
24

અમદાવાદઃ શિયાળાના કારણે વકરેલા સ્વાઈન ફ્લૂના કેસ સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર મુદ્દેના પ્રશ્નો પણ વકર્યા છે. આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નોની માંગ ઉકેલ આવતો ન હોવાથી 35 હજાર કર્મચારીઓ 15મી ફ્રેબુઆરીથી સરકાર સામે હતડાલ કરશે અને માસ સીએલ મુકી કામથી અડગા રહેશે. હડતાલના કારણે 1318 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 13279 પેટા આરોગ્ય કેન્દ્ર પર તમામ પ્રકારની ટ્રિટમેન્ટ ખોરવાઈ જશે.

રોગ્ય કર્મચારીઓની માંગ છે કે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીક કર્મચારી ગણી પગાર ધોરણ અપગ્રેડ કરવો, રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો, નવા મંજુરથયેલાં મહેકમને મંજૂર કરી જગ્યાઓ ભરવી, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here