Wednesday, September 28, 2022
Homeસ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતીનો સવાલ: પથ્થરબાજોને તો નાથી શકતા નથી, આતંકવાદીઓને કેવી રીતે...
Array

સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતીનો સવાલ: પથ્થરબાજોને તો નાથી શકતા નથી, આતંકવાદીઓને કેવી રીતે નાથશે?

- Advertisement -

ડભોઇ: પથ્થરબાજોને તો સરકાર નાથી શકતી નથી તો આતંકવાદીઓને કેવી રીતે નાથી શકશે તેવો સવાલ તેનતલાવમાં હનુમાનજી મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આવેલા જગન્નાથપુરી ગોવર્ધન મઠપુરીના જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતીજીએ ઉઠાવ્યો હતો.

રામ મંદિરના નામે રાજકારણ રમાય છે જે યોગ્ય નથી
ડભોઇના તેનતલાવ ખાતે હનુમાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં છેલ્લા બે દિવસોથી આવેલા ઓરિસ્સા જગન્નાથપુરી ખાતેની ગોવર્ધન મઠપુરીના જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતજી જેઓ આ પીઠના 145મા શંકરાચાર્ય છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરના નામે રાજકારણ રમાય છે. જે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે પણ બીજો કોઇ નિર્ણય આપવાની જરૂર નથી. મસ્જિદ શબ્દ જ ભૂલી જવાની જરૂર છે. સરદાર પટેલે ન તો લાઠીથી કે ન તો ગોળીથી સોમનાથ મંદિરનો વિરોધ કરતા મુસ્લિમોને સ્થળ છોડવા મજબૂર કર્યા હતા. જો આ સરકાર પણ રાજકારણ નેવે મૂકી માત્ર રામજન્મભૂમિની ચિંતા કરી આગળ ધપે તો રામ મંદિર દૂર નથી.
આતંકવાદને કેવી રીતે ડામી શકશે
પુલવામા આતંકી હુમલા બાબતે જગતગુરુ શંકરાચાર્યજીએ ખિન્ન પણે જણાવ્યું હતું કે કાશ્મીરના પથ્થરબાજો પણ આ સરકાર ડામી શકતી નથી તો આતંકવાદને કેવી રીતે ડામી શકશે. નેતાઓ જ દેશના ભાગલા પાડવામાં લાગી ગયા હોય તેમ જ જણાય છે. કોઇ ભીલીસ્તાન માગે તો કોઇ કાશ્મીર માંગે. આ રીતે તો દેશ ટુકડામાં વહેંચાઇ જશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular