સ્વાસ્થ્ય મંત્રી: સુરક્ષિત અને અસરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા, અફવા પર ધ્યાન ન આપશો

0
0

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે.

ડ્રાય રન કેવી રીતે થશે?

ડ્રાય રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત ચાર સ્ટેપ સામેલ કરાશે, જેમાં 1. બેનિફિશિયરી(જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે)ની માહિતી. 2. જ્યાં વેક્સિન આપવાની છે એ જગ્યાની માહિતી. 3. સ્થળ પર ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન. 4. વેક્સિનેશનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવાનું સામેલ છે.

ડ્રાય રનમાં પહેલા લિસ્ટમાં સામેલ અમુક લોકોને ડમી વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન વેક્સિનેશન શરૂ કરતાં પહેલાં જરૂરી વ્યવસ્થાનો રિવ્યૂ કરાશે, જેનાથી અસલી વેક્સિનેશન દરમિયાન આવનારી સંભવિત મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય.

દરેક સાઈટ પર મેડિકલ ઓફિસર ઈનચાર્જ 25 બેનિફિશિયરીને પસંદ કરશે. દરેક સેન્ટર પર ત્રણ રૂમ હશે. પહેલો રૂમ વેઈટિંગ માટે હશે, જેમાં હેલ્થવર્કરની પૂરેપૂરી માહિતીનો ડેમો મેચ હશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે. ત્રીજા રૂમમાં વેક્સિન લગાવનારને 30 મિનિટ રાખવામાં આવશે, જેથી તેને કોઈ પરેશાની થાય તો સારવાર કરાવી શકાય.

ડ્રાય રનમાં આ બેનિફિશિયરી હેલ્થવર્કર્સ જ રહેશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે તે બેનિફિશિયરીનો ડેટા Co-WIN એપ પર અપલોડ કરે. આ વેક્સિનની ડિલિવરી અને મોનિટરિંગનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પ્રોસેસ પછી Co-WIN ઉપયોગી નીવડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 96 હજાર વેક્સિનેટરને વેક્સિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 2360 પાર્ટિસિપેન્ટ્સને નેશનલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઈન્સ્ટિટ્યૂટમાં અને 719 જિલ્લામાં 57 હજારથી વધુ પાર્ટિસિપેન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. વેક્સિનથી સંબંધિત કોઈપણ માહિતી કોઈપણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને મેળવી શકાશે.

UPમાં લખનઉના 6 સેન્ટર પર ડ્રાય રન

રાજધાની લખનઉમાં સહારા હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, SGPI અને માલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર વેક્સિનનો ડ્રાય રન કરાશે, સાથે જ પાંચ જાન્યુઆરીએ એ સમગ્ર રાજ્યના મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં થશે. અત્યારસુધી પાંચ લાખથી વધુ સ્વાસ્થ્ય ટીમે દેખરેખ હેઠળ 3.10 કરોડ ઘરને કવર કર્યાં છે. 15.08 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે.

બિહારના 3 જિલ્લામાં ડ્રાય રન

પટનામાં આ અંગે ત્રણ સેન્ટર નક્કી કરવામાં આવ્યાં છે, જેમાં શાસ્ત્રીનગર શહેરી સ્વાસ્થ્ય કેન્દ્ર, ફૂલવારી PHC અને દાનાપુર હોસ્પિટલમાં આ ડ્રાય રન થશે. પટના ઉપરાંત જમુઈ અને બેતિયામાં પણ એક-એક સેન્ટર પર ડ્રાય વેક્સિનેશન કરાશે.

કર્ણાટકના પાંચ જિલ્લામાં ડ્રાય રન થશે

રાજ્યના પાંચ જિલ્લા બેંગલુરુ, અર્બન, મૈસૂર, શિવમોગા, બેલગાવી અને કલબુર્ગીમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે. દરેક જિલ્લામાં ત્રણ સાઈટ હશે. એક જિલ્લામાં એક તાલુકામાં અને એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં.

પંજાબમાં માત્ર પટિયાલામાં ડ્રાય રન થશે

અહીં પટિયાલામાં ત્રણ સેન્ટર પર 2 અને 3 જાન્યુઆરીએ ડ્રાય રન કરાશે. આ સેન્ટર છે- ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સદ્ધાવના હોસ્પિટલ અને શતરાણના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર. સ્વાસ્થ્યમંત્રી બલબીર સિંહ સિદ્ધુએ આ માહિતી આપી હતી.

હરિયાણાના પંચકૂલામાં ડ્રાય રન થશે

અહીં માત્ર પંચકૂલા જિલ્લાની ત્રણ સાઈટ્સ પર ડ્રાય રન કરાશે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.સૂરજભાન કંબોજે શુક્રવારે આ માહિતી આપી હતી.

મધ્યપ્રદેશમાં એક જિલ્લામાં ડ્રાય રન થશે

રાજધાની ભોપાલમાં ત્રણ પોઈન્ટ પર ડ્રાય રન થશે, જેના માટે લોકોનું Co-WIN પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. ત્યાર પછી તેમને મેસેજ દ્વારા વેક્સિનેશન માટે સમય અને સ્થળ વિશે જણાવવામાં આવશે. આ મોક ડ્રિલની વિગત અને આંકડા કેન્દ્રને મોકલવામાં આવશે.

ગુજરાતના ચાર જિલ્લામાં ડ્રાય રન

રાજ્યના ચાર જિલ્લામાં ડ્રાય રન કરાશે. આ જિલ્લા છે- દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદ. રાજ્યના હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહરેએ શુક્રવારે આ માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here