સ્વિગ્ગિ-ઝોમેટો દ્વારા ફૂડ ડિલવરી અને રસ્તા પર ટ્રાફિક ડબલ થયો એ રોજગારી નથી?: કેન્દ્રીયમંત્રી

0
42

અમદાવાદઃ તાજેતરમાં NSSO(નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન)એ દેશમાં છેલ્લે કેટલાક વર્ષોમાં રોજગારી ઘટી હોવાના આંકડાઓ રજૂ કર્યા હતા. આ આંકડાઓને પડકારતાં કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે અમદાવાદમાં ભાજપના પ્રબુદ્ધ નાગરિકોની સભામાં એવું જણાવ્યું હતું કે, સ્વિગ્ગી અને ઝોમેટો દ્વારા ઘર બેઠાં ફૂડ મળવા લાગ્યું છે, શું એ રોજગારી નથી? તેમજ પાંચ વર્ષમાં રસ્તાઓ ઉપર ટ્રાફિક ડબલ થઇ ગયો, તે શું રોજગારી વધી એના કારણે ના કહેવાય?

જાવડેકરે આગળ કહ્યું કે, એનએસએસઓના ડેટામાં આ બધું નથી, એટલે અમે સ્ટેટેસ્ટિક્સ વિભાગ માટે નવી વ્યવસ્થા કરીશું, જેમાં દરેક રોજગારનું મેપિંગ થશે અને સાચું ચિત્ર બહાર આવશે. તેની સાથે સાથે રોજગાર રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ બરાબર નથી, તે પણ અમે સુધારીશું.

પીએમ મોદીના હાથમાં દેશ સુરક્ષિત હોવાનું લોકો માનવા લાગ્યા

‘ભારતને સેલ્ફ ડિફેન્સનો અધિકાર છે’
જાવડેકરે કહ્યું કે, મંગળવારે વહેલી સવારે પીઓકેમાં જે ઘટના ઘટી છે, જેને લઈ દરેક દેશે એવું માન્યું છે કે, જેમ દરેકને સેલ્ફ ડિફેન્સનો અધિકાર છે, તેમ ભારતને પણ છે, આ ઘટનાની વિરુદ્ધમાં કોઇ પ્રતિક્રિયા આવી નથી, એ જ મોટી ઉપલબ્ધિ છે. મંગળવારે વાયુસેના દ્વારા જે જવાબી કાર્યવાહી થઇ છે તેનાથી વડા પ્રધાન મોદીના હાથમાં દેશ સુરક્ષિત હોવાનું લોકો માનવા લાગ્યા છે, એ બહું મહત્વપૂર્ણ છે.’
ચાર લોકસભા બેઠકોના સંમેલનમાં એક જ સાંસદ હાજર
જાવડેકરે લોકસભા ચૂંટણીને લઈ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વખતે તો ૩૦૦ નહીં ૪૦૦ બેઠકો પાક્કી છે. ચાર લોકસભા બેઠક માટેના સંમેલનમાં એક માત્ર સાંસદ કિરીટ સોલંકી જ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here