Thursday, January 23, 2025
Homeહંમેશા ખુશ રહેવા માટે કરો આટલું, જાણો આ થેરાપી વિશે
Array

હંમેશા ખુશ રહેવા માટે કરો આટલું, જાણો આ થેરાપી વિશે

- Advertisement -

હંમેશા આનંદમાં રહેવાની એક સારી પદ્ધતિ છે અને તે છે માઈન્ડફુલનેસ. હવે તમે વિચારી રહ્યા હશો કે આ શું છે અને કેવીરીતે થાય છે? ખરેખર, માઈન્ડફુલનેશ એવી એક થેરાપી છે, જેના દ્વારા તમે પોતાની અંદર, પોતાની આસપાસ થઈ રહેલી ઘટનાઓ અથવા સ્થિતિઓ પ્રત્યે જાગૃતિ લાવી શકો છો. આ એક રીતે ધ્યાન જ છે. બસ આ જ એક તફાવત છે કે ધ્યાન લગાવવા માટે એક નક્કી સમયે અલગથી પ્રયત્ન કરવાને બદલે માઈન્ડફુલનેસમાં તમે જે જગ્યાએ હોય છે, ત્યાં સંપૂર્ણ ધ્યાન ત્યાં જ લગાવવાનુ હોય છે અને તે સમયને સંપૂર્ણ રીતે મહેસૂસ કરવાનો હોય છે અને જીવન જીવવાનુ હોય છે.

આ કરવાથી વધે છે આનંદ

મનાય છે કે માઈન્ડફુલનેસ ટેકનિકની દરરોજ પ્રેક્ટિસ કરવાથી આપણે આનંદમાં રહેતા શીખી જઇએ છીએ. ખરેખર, તેના દ્વારા હાલના સમય સાથે જોડાઈએ છીએ અને તેનો સ્વીકાર કરીએ છીએ. જેનાથી આ ડર સમાપ્ત થાય છે કે હાલનો સમય કેવીરીતે જીવીશું? જ્યારે આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ ત્યારે ખરાબ પરિસ્થિતિઓ પણ આપણને પરેશાન કરતી નથી. આપણે માની લઈએ છીએ કે આપણે સ્થિતિને બદલી શકતા નથી. હા રીએક્શન અથવા પ્રતિક્રિયાને જરૂર બદલી શકીએ છીએ. જેનાથી આપણે ધીમે-ધીમે દરેક સ્થિતિનો સ્વીકાર કરવાનુ અને તેમાં ખુશ રહેવાનુ શીખી જઇએ છીએ.

માઈન્ડફુલનેસની પદ્ધતિ

  • શ્વાસ પર ધ્યાન આપવુ
  • ધ્યાન આપીને સાંભળવુ.
  • ધ્યાન આપીને જોવાનું.
  • વિચારો પર ધ્યાન આપવુ
  • શરીરના ખેંચાણ પર ધ્યાન આપવુ.

માઈન્ડફુલનેસના ફાયદા

  • તણાવથી મુક્તિ
  • યાદશક્તિમાં વધારો
  • એકાગ્રતા વધારવી
  • ભાવનાત્મક સ્ટેબિલિટી હોવી
  • શાંતિ અને ખુશીનો અહેસાસ વધવો
  • હાઈપર-એક્ટિવિટી ઓછી હોવી
  • ગુસ્સો ઓછો આવવો
  • એકબીજાની સમજવાની ક્ષમતા વધારવી
  • નિર્ણય લેવાની શક્તિમાં વધારો
  • ઉંઘ સારી આવવી

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular