હત્યાનો પ્રયાસ : પિતા પુત્રએ બે વ્યક્તિ ઉપર છરી વડે ઘાતક હુમલો કર્યો

0
2

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી ગામે દુષ્કર્મ અંગે થયેલી પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી પિતા પુત્રએ બે વ્યક્તિ ઉપર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનને ગંભીર હાલતમાં દવાખાને દાખલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.

અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર અંજાર તાલુકાના વર્ષામેડી ગામે રહેતા આરોપી મયુરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ જાડેજાએ ગામના દરબારગઢ વાસ ખાતે ગત રાત્રિના 9 વાગ્યે ફરિયાદી ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજાને જમણા હાથની આંગળીમાં અને તેમના ભત્રીજા જીતેન્દ્રસિંહ જાડેજાને પેટ તથા છાતીના ભાગે છરીના ઘા મારી ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી નાસી ગયા હતા. ઉજાગ્રસ્ત ઘાયલ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

હુમલાખોર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ , મદદગારી અને જાહેરનામના ભંગ બદલ વિવિધ કલમોતળે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here