Sunday, October 17, 2021
Homeહત્યારો ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની શંકા, સ્ટેશન પર CCTV નથી
Array

હત્યારો ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની શંકા, સ્ટેશન પર CCTV નથી

ભચાઉ: અબડાસાના પૂર્વ ધારાસભ્યની ટ્રેનમાં હત્યાનો મામલો સામે આવ્યા બાદ રેલ્વે સુરક્ષાની દૃષ્ટિએ કેટલી પછાત છે તે સામે આવ્યું છે. ભચાઉ અને સામખિયાળી સ્ટેશનો પર સીસીટીવીની સુવિધા જ નથી.આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઇના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયાં વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાઇત તત્ત્વોને મોકળું મેદાન મળી જાય છે.

સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઇને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઇ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી નથી શકાતી.

ભચાઉના સ્ટેશન માસ્તર વિનયકુમારસિંહે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તર પપ્પુકુમારે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments