હમ આપકે હૈ કૌનના પ્રોડ્યૂસર રાજકુમાર બડજાત્યાનું મુંબઈમાં નિધન

0
89

બોલિવૂડ ડેસ્ક: રાજશ્રી પ્રોડક્શનના ચેરમેન અને સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું આજે ગુરુવારે અવસાન થયું. મુંબઈની રિલાયન્સ હરકિશનદાસ હોસ્પિટલમાં એમને છેલ્લા શ્વાસ લીધા. રાજકુમાર બડજાત્યાએ હિન્દી સિનેમાના અદભુત મૂવી પ્રોડ્યૂસ કર્યાં છે. તેમના મૃત્યુના સમાચાર એમના પ્રોડક્શન હાઉસ રાજશ્રીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આપવમાં આવ્યા. તેઓ એમની પત્ની સુધા અને દીકરા સૂરજને કારણે ટકી શક્યા હતા.

રાજકુમાર બડજાત્યાને તેના પિતા તારાચંદ બડજાત્યાથી રાજશ્રી પ્રોડક્શન વારસામાં મળ્યું હતું. રાજકુમારે આ વારસો તેના દીકરા સૂરજને સોંપ્યો.

રાજકુમારે ‘પ્રેમ રતન ધન પાયો’ , ‘હમ સાથ સાથ હૈ’ , ‘વિવાહ’, ‘હમ આપકે હૈ કૌન’, ‘મૈંનેપ્યાર કિયા’, ‘મેં પ્રેમ કી દિવાની હૂં’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી હતી.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. માધુરી દીક્ષિત, અનુપમ ખેર, સ્વરા ભાસ્કરે તેમને યાદ કરી ટ્વીટ કરી હતી અને એમના પરિવારને સહાનુભૂતિ આપી હતી. અનુપમ ખેરે લખ્યું કે, હું એમને મારી પહેલી ફિલ્મ સારાંશથી જાણું છું. તેઓ ખુબ ઉમદા માણસ હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here