Tuesday, December 7, 2021
Homeહયાત ટોઈલેટનાં ઠેકાણાં નથી ને મનપાનું હવે 'સ્માર્ટ ટોઈલેટ' નું નવું તૂત
Array

હયાત ટોઈલેટનાં ઠેકાણાં નથી ને મનપાનું હવે ‘સ્માર્ટ ટોઈલેટ’ નું નવું તૂત

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ શહેરમાં ૨૦૦ સ્માર્ટ પબ્લિક ટોઈલેટ તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા શહેરમાં સ્માર્ટ પબ્લિક ટોઈલેટને ડિઝાઈન બિલ્ડ ફાઈનાન્સ ઓપરેટ અને ટ્રાન્સફર બેઝિઝના ધોરણે ચલાવાશે.

સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના ૨૦૦ સ્થળે સ્માર્ટ પબ્લિક ટોઈલેટ માટેના ટેન્ડર બહાર પડાયા છે. અગાઉ કાંકરિયા કાર્નિવલ દરમિયાન તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતેના ગેટ નં. ૨ પર પ્રાયોગિક ધોરણે એક સ્માર્ટ ટોઈલેટ ઉભું કરાયું હતું. આ સ્માર્ટ ટોઈલેટને બનાવવા પાછળ તંત્ર દ્વારા રૂ. આઠ લાખનો ખર્ચ કરાયો હતો.

જાણકાર સૂત્રો કહે છે કે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પુષ્પકુંજ ટ્રેન વર્કશોપ, અટલ એક્સપ્રેસ સ્ટેશન, ઝૂ, એન્યુઝમેન્ટ કિડ્સ સિટી એમ વધુ ૧૭ સ્થળે નવા સ્માર્ટ ટોઈલેટ બનાવવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરાઈ છે. તંત્રના આ નવતર પ્રોજેક્ટ હેઠળ તૈયાર થનારા સ્માર્ટ ટોઈલેટનો લાભ લેવા માટે ટોકન સિસ્ટમ અપનાવાઈ છે.

જેમાં નાગરિક રૂ. ૧, ૨, ૫ કે ૧૦નો સિક્કો નાંખીને સ્માર્ટ ટોઈલેટના દરવાજાને ખોલી શકશે. સ્માર્ટ ટોઈલેટના ઉપયોગ વખતે તેની બહાર લાલ લાઈટ ઝળહળશે, જ્યારે તે ખાલી હશે તો લીલી લાઈટ ઝળહળશે. સ્માર્ટ ટોઈલેટમાં સેન્સરનો ઉપયોગ કરીને ઓટો ફ્લશથી પાણીનો વપરાશ થવાનો હોઈ આ પ્રોજેક્ટથી પાણીની બચત થશે તેવો દાવો તંત્રનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments