હરિદ્વાર પદયાત્રા એ જતા પોરબંદર ના પદયાત્રી ઓ પર રાજસ્થાન ના પુલવા નજીક ટ્રક ફરી વળ્યો,

0
0

પોરબંદર: પોરબંદર જિલ્લાના 15 સિનિયર સિટીઝનો દેશમાં અમન અને શાંતિના સંદેશા સાથે પોરબંદરથી હરિદ્વાર 1700 કિમીની પદયાત્રાએ 6 માર્ચના રોજ પોરબંદરના સુદામા ચોકથી નીકળ્યા હતા. આજે વહેલી સવારે આ પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે 4ના મોત થયા હતા અને બેને ઇજા પહોંચતા તેઓને પ્રથમ રાજસ્થાન હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

આ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા દર વર્ષે 1 હજાર કિમીની પદયાત્રા અલગ અલગ સ્થળોએ યોજવામાં આવે છે. આ વર્ષે પોરબંદરથી હરિદ્વાર સુધીની પદયાત્રાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા યાત્રાના રૂટમાં આવતી હોટલ કે ધર્મશાળામાં રોકાવાને બદલે જમીન પર જ હાથે રસોઇ બનાવી આગળ વધે છે. હરિદ્વાર સુધીની પદયાત્રામાં પુંજાભાઇ નાગાભાઇ સુંડાવદર સામાન સાથે ટ્રેક્ટર લઇ જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here