હરિયાણાના જિંદમાં આજે અમિત શાહની રેલી યોજાશે

0
0

ચંદીગઢ, તા. 16 ઑગસ્ટ 2019, શુક્રવાર

દેશના ગૃહ પ્રધાન થયા બાદ પહેલીવાર અમિત શાહ આજે હરિયાણાના જિંદમાં એક જાહેર સભાને સંબોધશે. આ રેલીને આસ્થા રેલી નામ અપાયું છે.

જિંદમાં જાટ લોકોની બહુમતી છે અને ભાજપ હાલ જાટ મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યો છે. આ રેલીનું આયોજન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વીરેન્દ્ર સિંઘે કર્યું છે. વીરેન્દ્ર સિંઘ અગાઉ કોંગ્રેસના સાંસદ હતા. તેમણે કોંગ્રેસ છોડવા સાથે રાજ્યસભાની પોતાની બેઠક પણ ખાલી કરી હતી. એ ભાજપના જોડાયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી મુદતમાં વીરેન્દ્ર સિંઘને પ્રધાન બનાવ્યા હતા.

આજે યોજાનારી રેલીમાં અમિત શાહ જાટ મતદારોને ભાજપ સાથે જોડાવાનું ઔપચારિક આમંત્રણ આપશે. ભાજપના એક નેતાએ કહ્યું કે આમ તો હરિયાણામાં હવે વિપક્ષ જેવું કશું રહ્યું નથી પરંતુ અમે વિધાનસભામાં જાટ બહુમતી ધરાવતી પંદર બેઠક મેળવવા આશાવાદી છીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here