Thursday, October 21, 2021
Homeહળવદના જુના દેવળીયા ગામે ૬૪ બોટલ વિદેશી દારૂ પકડાયો
Array

હળવદના જુના દેવળીયા ગામે ૬૪ બોટલ વિદેશી દારૂ પકડાયો

હળવદ : હળવદના જુના દેવળીયા ગામે વિદેશી દારૂની ૬૪ બોટલ સાથે પોલીસે બે શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પ્રાથમિક પૂછપરછમા અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે નદીના પટમાં પોલીસે દરોડો પાડીને રૂ. ૨૬૧૦૦ની કિંમતના ૬૪ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વિજય ઉર્ફે બરેલી મનજીભાઈ ભીમાણી અને વિજય જયંતીલાલ અઘારા ને પકડી પાડ્યા હતા. આ સાથે પ્રાથમિક પૂછપરછમા આસીફ ઉર્ફે અશોક ઇકબાલભાઈ મુલતાનીનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર- રોહિત પટેલ, CN24NEWS હળવદ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments