Tuesday, December 7, 2021
Homeહળવદ : શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ સાથે ૩૧ કુંડી મહાયજ્ઞનુ આયોજન, ફ્રી...
Array

હળવદ : શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ સાથે ૩૧ કુંડી મહાયજ્ઞનુ આયોજન, ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ઝાલાવાડમાં છોટાકાશી તરીકે પ્રખ્યાત હળવદમા સંતો-મહંતોની પધરામણી તેમજ ધાર્મિક કાર્યક્રમો થકી   હળવદની પાવનકારી ભૂમિ પર ભક્તિ ભાવભર્યું વાતાવરણ બની રહે છે ત્યારે તાલુકાના ભક્તિનગર ગામે શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ તથા નવનિર્મિત મંદિરમાં  સિધ્ધનાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે ૩૧ કુંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે.આ કથામાં વક્તા શ્રી હંસદેવગીરી (કાલાવાડ)વાળા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી હરિભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે આ કથાનું તા ૨૬/૨થી ૪/૩ના રોજ સમાપન કરવામાં આવશે ત્યારે ગામોગામથી રાજકીય આગેવાનો, અધિકારીઓ,હરિભક્તો પધારી કથામાં રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
હળવદ તાલુકાના ઈશનપુર (ભક્તિ નગર)ગામે શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ તથા નવનિર્મિત મંદિરમાં સિધ્ધનાથ મહાદેવની મુર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથે ત્રિદિવસીય ૩૧ કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભક્તિ નગરમાં આયોજિત શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણના વક્તા શ્રી હંસદેવગીરી કાલાવાડ વાળા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન હરિભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે. આ પારાયણમા પ.પુ.ધ.ધુ  ૧૦૦૮ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ,રાજસિતાપુર ૧૦૮ શ્રી અંબારામદાસજી મહારાજ, સાયલા લાલજી મહારાજની જગ્યાના મહંત ૧૦૮ શ્રી દુર્ગા દાસજી બાપુ તેમજ પાળિયાદ શ્રી નિર્મલાબા આશીર્વચન પાઠવશે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments