હળવદના સુંદરગઢ ગામે  નાનીએવી રસ્તા બાબતે યુવાનને માર માર્યો.

0
24
હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદના સુંદરગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા નરેન્દ્રભાઈ દેવરાજભાઈ સોનાગ્રા ઉ.વ.34 નામના યુવાને તે જ ગામના દિલીપ સુંદર ઉફે સુડાભાઇ કોળી, દામજી સુંદર ઉફે સુડાભાઈ કોળી, ઘનશ્યામ સુંદર ઉફે સુડાભાઈ કોળી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગતતા.6ના રોજ સૂર્યનગર ગામની સીમમાં હતા.તે સમયે ફરિયાદીની માલિકીમાંથી નીકળતા રસ્તા મામલે આરોપીઓ બોલાચાલી કરી તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર-રોહિત પટેલ, CN24NEWS, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here