હળવદ : સુરવદર ગામના તલાટી ને જલ્સા …. એક દિવસ હાજરી બાકી ગેરહાજરી ….

0
72
તાલુકાના છેવાડાના ગામોમાં તલાટી કમમંત્રી અવારનવાર ગુલ્લી મારી ગેરહાજર રહે છે અને ગામના અરજદારોને તાલુકા પંચાયત કચેરી સુધી પોતાના ધંધા રોજગાર છોડીને આવીને ધરમના ધક્કા ખાવા પડે છે ત્યારે આ સમસ્યા દૂર કરવા સુરવદર સરપંચ સહિત ગ્રામજનોએ કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત અને નિયમિત રીતે સેવા આપે તેવાં તલાટી આપવા માંગ કરી હતી.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ધંધા રોજગાર છોડી પોતાના બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે દાખલાઓ કઢાવવા વાલીઓ ગ્રામ પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે જ્યારે તલાટી કમમંત્રી મહાશય અવારનવાર ગેરહાજર રહી મિટિંગનુ બહાનું કાઢી સુરવદર આવતા જ નથી. સુરવદર ગ્રામ પંચાયત કચેરી ખાતે અઠવાડિયામાં એક વાર આવી પોતાની હાજરી પુરી સબ સલામત કહી નિકળી જાય છે.હળવદના સુરવદર ગામના મહિલા સરપંચ સોમીબેન નાગજીભાઈએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે સુરવદર તલાટી કમમંત્રી નિરવ પંડ્યા અઠવાડિયામાં એક જ વાર આવે છે અને આ મહાશય કોઈ પણ વ્યક્તિને ફોનમાં જવાબ આપતાં નથી જ્યારે જવાબ મળે ત્યારે બહાર ગામ હોય છે તો આ મંત્રીને જલસા કરવા માટે પગાર મળતો હશે ? હાલ જ્યારે વિદ્યાર્થીઓને આવકના દાખલાઓ, જાતીના દાખલાઓ સહિત વિવિધ દાખલા કઢાવવા માટે ગ્રામ પંચાયત કચેરીના આટા ખાય રહ્યાં છે ત્યારે મંત્રી બપોરે ત્રણ વાગે હળવદ તાલુકા પંચાયત કચેરીએ આવે છે અને અરજદારોને હળવદ તાલુકા પંચાયત કચેરી આવવા જણાવે છે ત્યારે ગામના વિકાસ કાર્યો પર તો જાણે પુર્ણ વિરામ જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.હળવદથી સુરવદરનું પંદર કિલોમીટર જેટલું અંતર છે અને વાલીઓ અને ખેડૂતો પોતાના ધંધા રોજગાર છોડી દાખલાઓ કઢાવવા માટે કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યાં છે ત્યારે બાળકોને સમયસર દાખલાઓ કાઢી આપે તેવાં નિયમિત ગ્રામ પંચાયત કચેરી ખાતે સેવા આપે તેવાં તલાટી કમમંત્રી આપવા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં સરપંચ સહિત ગ્રામજનોએ રજુઆત કરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here