હળવદ : રોટરી ક્લબના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
0
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં ભારત સરકારના નમકવિભાગ અને રોટરી ક્લબના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
   હળવદ જીઆઇડીસી વિસ્તારમાં ભારત સરકારના નમક વિભાગ અને રોટરી ક્લબ હળવદ ના સહયોગથી હળવદ વિસ્તારના નમક નિર્માતાઓ દ્વારા મીઠા ઉદ્યોગ માં કાર્યરત અગરિયાઓ તથા સંલગ્ન કામદારો તેમના પરિવારના લાભાર્થે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્ર ચિકિત્સા શિબિર તથા નિશુલ્ક દવા વિતરણનો કેમ્પનો આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ માં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે લોકોને અપીલ કરવામાં આવી છે
      આ કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોક્ટરો પોતાની અમૂલ્ય સેવા પ્રદાન કરશે અને તમામ દર્દીઓને ફ્રી ઓફ માં દવા આપવામાં આવશે જેમાં ચામડી ના રોગ ના નિષ્ણાંત હાડકા ના નિષ્ણાંત ડાયાબિટીસના નિષ્ણાંત આંખના સ્ત્રીરોગના બાળકોના વગેરે ડોક્ટરો પોતાની સેવા આપશે આ કેમ્પ પ્રાથમિક શાળા નંબર 11 જીઆઇડીસી તારીખ 17.3. 2019 રવિવારે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે .
રિપોર્ટર-રોહિત પટેલ, CN24NEWS, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here