Tuesday, September 21, 2021
Homeહળવદમાં ભારત સરકાર નમક વિભાગ દ્વારા આયોજિત નિ:શુલ્ક સર્વરોગ નિદાન ચિકિત્સા...
Array

હળવદમાં ભારત સરકાર નમક વિભાગ દ્વારા આયોજિત નિ:શુલ્ક સર્વરોગ નિદાન ચિકિત્સા શિબિર નું આયોજન

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં ભારત સરકારના નમકવિભાગ અને રોટરી ક્લબના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.હળવદ જીઆઇડીસી વિસ્તારમાં ભારત સરકારના નમક વિભાગ અને રોટરી ક્લબ હળવદ ના સહયોગથી હળવદ વિસ્તારના નમક નિર્માતાઓ દ્વારા મીઠા ઉદ્યોગ માં કાર્યરત અગરિયાઓ તથા સંલગ્ન કામદારો તેમના પરિવારના લાભાર્થે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્ર ચિકિત્સા શિબિર તથા નિશુલ્ક દવા વિતરણનો કેમ્પનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં.100વધુ લોકો લાભ લીધો હતો.
આ કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોક્ટરો પોતાની અમૂલ્ય સેવા પ્રદાન  કરી અને તમામ દર્દીઓને ફ્રી ઓફ માં દવા આપવામાં આવી હતી.જેમાં ચામડી ના રોગ ના નિષ્ણાંત હાડકા ના નિષ્ણાંત ડાયાબિટીસના નિષ્ણાંત આંખના સ્ત્રીરોગના બાળકોના વગેરે ડોક્ટરો પોતાની સેવા આપી હતી. આ કેમ્પ પ્રાથમિક શાળા નંબર 11 જીઆઇડીસી  આજરોજ સવારે ૯ થી ૧ દરમિયાન યોજાયો હતો.
આ કેમ્પ ને સફળ બનાવા રાજેન્દ્રસિંહ રાણા, રમેશભાઇ, તેમજ નરભેરામ ભાઈ, તેમજ જીઇડીસી ના એસોસિએશન ભારે જહેમજ ઉઠાવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments