Sunday, September 19, 2021
Homeહળવદ : આઈપીએલ ની મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા.
Array

હળવદ : આઈપીએલ ની મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા.

હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂ. ૨૨,૨૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આ સાથે અન્ય ત્રણ શખ્સોના પણ નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હળવદમાં સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલની પાછળ જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ધવલ અજમલભાઈ બાર, ડિક અરવિંદભાઈ માકડિયા અને હરેશ શંકરભાઈ પારેજીયાને પોલીસે રૂ. ૧૭૧૦ની રોકડ સહિત કુલ રૂ. ૨૨,૨૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે રાજુ માસ્તર, સિધ્ધાર્થ અને જયંતીભાઈ દલસાણીયાનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments