Thursday, August 11, 2022
Homeહળવદ : એક બાજુ ચોકીદાર છે અને બીજી બાજુ ચોરની જમાત: વિજય...
Array

હળવદ : એક બાજુ ચોકીદાર છે અને બીજી બાજુ ચોરની જમાત: વિજય રૂપાણી

- Advertisement -
હળવદ ધાંગધ્રા ૬૪ વિધાનસભાના પેટાચૂંટણી માં હપ્રવદ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી હળવદ જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ સત્તા માટે મરી રહી છે.સાથે જ કોંગ્રેસ આખુ કાશ્મીર આતંકવાદીઓને હવાલે કરી દીધો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. હળવદ ગાંધી બાગ ખાતે સભા સંબોધી હતી તેમણે કોંગ્રેસ પર બરાબર ના ચાબખા મારતા કહ્યું હતું કે હળવદ ધાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણી ના પડધમ વાગી ચુકયા છે દેશ કોનાહાથમાં સલામત છે ?કોણ આ દેશની રક્ષા કરશે.
ત્યારે આ દેશના વડાપ્રધાન ૫૬ ની છાતી વાળા જોઈએ છે કે ડરપોક આ વખતની ચૂંટણીમાં “ચોર અને ચોકીદાર “વચ્ચેની ચૂંટણી છે આ દેશની કરવેરાની તિજોરીને પજો લુટી ન જાય, ગરીબો માટેની યોજના પહોંચી તે માટે હું ચોકી કરો છુ, ત્યારે એક તરફ ચોકીદારને બીજી તરફ ચોરોની જમાત છેમિલાવટવાળા ભેગા થયાછે તેમનું સૂત્ર છે મોદી હટાવો આપણું સૂત્ર છે ભ્રષ્ટાચાર હટાવો ત્યારે મતદારો એ નિર્ણય કરવાનો છે તેમ જણાવ્યુંહતુ આ વખની ચુંટણી એક તરફ રાષ્ટ્ર વાદ બીજી તરફ પરિવારવાદ રાષ્ટ્રવાદી લોકો ઈચ્છે છે કે ભારત માતા શક્તિશાળી બને આ દેશની સત્તા ગાંધી પરિવારના સિવાય કોઈના રાખી શકે એવી પરિવાર માનસિકતા ધરાવે છે હળવદ ની જનતા ને વધુ સજાગ બનવાની જરૂર છે ગરીબોની ચિંતા અમે કરીએ છીએ જન ધન યોજના ઉજ્વલા યોજના શોચાલય યોજના આવાસ યોજના આયુષ્માન યોજના આ તમામ યોજના ગરીબો માટે આ સરકારે બનાવી છે અને આમ લોકોની ચિંતા આ સરકારને સતાવી રહી છેઆ પ્રસંગે આ પ્રસંગેઉમેદવાર પરસોતમ સાબરીયા, નીતિનભાઈ ભારદ્વાજ આઈ કે જાડેજા પુવૅમંત્રી જયંતીભાઈ કવાડિયા હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ પ્રકાશભાઈ સોની, ભરતભાઇ ડેલીવાળા,બીપીનભાઈ દવે, કાંતિભાઈ અમૃતિયા જશુભાઇ પટેલ ધમેશૅભાઈ ઝાલા ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,કાયૅકમને સફળ બનાવવા હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ રજંનીભાઈ સધાંણી, રમેશ ભગત તપનભાઈ દવે ઘનશ્યામભાઈ સહિતના ગ્રામ્ય તથા શહેરના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular