Sunday, September 19, 2021
Homeહળવદ : ગોકુલેશ પેટ્રોલ પંપ માં ગ્રાહક છેતરપીંડી નો ભોગ બનતા હોબાળો
Array

હળવદ : ગોકુલેશ પેટ્રોલ પંપ માં ગ્રાહક છેતરપીંડી નો ભોગ બનતા હોબાળો

હળવદ : આજે પેટ્રોલ અને ડીઝલના મોંઘાદાટ ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે તેમાંય પડયા પર પાટું તેવો તાલ અહીં સર્જાયો છે ત્યારે હળવદના પેટ્રોલ પંપના સંચાલકો ઉઘાડી લુંટ કરી રહ્યા છે અને ગ્રાહકોને અડધાથી પણ ઓછું પેટ્રોલ પધરાવી ધોળા દિવસે ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં હળવદ – માળિયા હાઈવે પર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપમાં આવી જ એક છેતરપીંડીનો કિસ્સો સામે આવતા ગ્રાહકને ફરી રૂ.એક હજારનો ડીઝલ પુરાવી આપવા આજીજી કરતા ગોકુલેશ પેટ્રોલ પંપની ઉઘાડી લૂંટની પોલ છતી થઈ હતી.
આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે રાણેકપર ગામના ગિગાભાઈ નાનજી ગોલતરએ ગાડી નં. જી.જે.-૧૮-એઝેડ-૧૩૯૦ લઈને હળવદ – માળિયા હાઈવે પર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા ગયા હતા ત્યાં રૂ. ૧૦૦૦નો ડીઝલ પુરાવ્યા બાદ ભલગામડા પહોંચતા તેમની બોલેરો પિકઅપમાં ડીઝલ ખુટી જવાના કારણે બંધ પડી ગઈ હતી ત્યાર બાદ ગિગાભાઈ પેટ્રોલ પંપના સંચાલકને મૌખિક રજુઆત કરતા ત્યાં હાજર કર્મચારીઓએ ભોગ બનેલ ગ્રાહકને ફરીથી રૂ.૧૦૦૦નું ડિઝલ પુરી આપવાની વાત કરતા ગોકુલેશ પંપના કર્મીઓની પોલ છતી થઈ હતી. અને ભોગ બનેલ ગ્રાહકે આ મામલે હળવદ મામતલદાર અને પોલીસ મથકે લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧પ/૧૦/ર૦૧૮ના રોજ આજ ગોકુલેશ પેટ્રોલ પંપમાં ૧૦૦ રૂ.નો અડધો લીટર પેટ્રોલ આપતા ભોપાળું છતું થયું હતું અને તે સમયે અને આજે પણ આ મામલો થાળે પાળવા સંચાલકે ભારે કાકલુદી કરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments