હળવદ ચોકડી પાસે એસટી બસે મોટરસાયકલ અડફેટે લેતાં ચાલકનું મોત

0
122
હળવદ માળિયા હાઈવે પર આજે સવારે પુરપાટ ઝડપથી આવતી એસટી એ મોટરસાયકલને અડફેટે લેતાં બાઈક સવારનુ ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે પાછળ બેઠેલાં માતા અને બાળકને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.મૃતકનો કબજો લઈને હળવદ પોલીસે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માત બને છે ત્યારે આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં હળવદ ત્રણ રસ્તા પાસે સુરેન્દ્રનગરથી હળવદ આવતી એસટી બસે મોરબીથી ચુલી લગ્ન પ્રસંગે જતાં કોળી પરિવારને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે માતા અને બાળકને ગંભીર ઈજા પહોચતા સુરેન્દ્રનગર પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ મુળ ઢવાણાના અને મોરબી રહેતા ધીરૂભાઈ લઘુભાઈ કોળી ઉ.૩૫ અને ભાવનાબેન ધીરૂભાઈ કોળી ઉ.૩૩ અને દોઢ વર્ષના બાળક સાથે આજે ચુલી લગ્ન પ્રસંગે જતાં હતાં તે દરમિયાન સુરેન્દ્રનગરથી હળવદ પુરપાટ ઝડપથી આવતી્ એસટી બસ જીજે ૧૮ વાય ૬૪૪૩ અડફેટે લેતાં મોટરસાયકલ જીજે ૧૩ એમએમ ૧૦૨૭ ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે માતા બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આમ લગ્ન પ્રસંગે જતાં પરિવારને અકસ્માત નડતા લગ્ન માતમમા ફેરવાયા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here