Tuesday, September 21, 2021
Homeહળવદ : જેતપર પાસે આવેલ જસમતગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટકયા,...
Array

હળવદ : જેતપર પાસે આવેલ જસમતગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટકયા, કોમ્યુટરનો કિંમતી સામાન ચોરી

છેલ્લા કેટલાક સમયથી હળવદમાં દિન પ્રતિદિન ક્રાઈમ વધતો જાય છે. દરરોજ કંઈક ને કંઈક ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ, મારામારીની અમાનવીય ઘટના બનતી જ રહે છે. તેવામાં ગત રાત્રી દરમ્યાન જેતપર પાસે આવેલ જસમતગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો શાળામાંથી કોમ્યુટરનો કિંમતી સામાન ચોરી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આજે સવારે જસમતગઢ શાળાએ શિક્ષકો શાળાએ પહોંચ્યા તો શાળાની ગ્રીલ અને મેઈન દરવાજાના તાળા તૂટેલા માલુમ પડતા અંદર જોયું તો કમ્પ્યુટર રૂમની ગ્રીલ તેમજ બારણાં ના પણ તાળા તૂટેલા હતા. રૂમની અંદરનો બધો સામાન, કમ્પ્યુટર નો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો. અને કમ્પ્યુટરનો કિંમતી સમાન, એસ.આર.કંપનીનું મોનીટર ચોરાઈ ગયેલું માલુમ પડતા પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય દ્વારા જાણ કરતા પોલીસ અધિકારી સ્થળ પર જાત તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે. અને તાલુકા પંચાયતમાં પણ આ ચોરીનક ઘટનાની લેખિત જાણ આચાર્ય દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS. હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments