Monday, September 20, 2021
Homeહળવદ : જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા એ દમ તોડી દીધો
Array

હળવદ : જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા એ દમ તોડી દીધો

હળવદ : હળવદના ડૂંગરપુર ગામે રહેતી પરણીતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી શોભનાબેન જીવણભાઈ કોળી ઉ.વ.40 નામની સગર્ભાએ ગતતા.22 એપ્રિલના રોજ ટીવીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ પરણીતાની હાલત નાજુક થતા તેણીને તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.જોકે બન્ને નવજાત બાળકોએ જન્મ થયા બાદ તુરત જ અકાળે માતાની છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ CN2NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments