Wednesday, September 22, 2021
Homeહળવદ થી ભડીયાદ પીર પગપાળા જવા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ઉમટી પડયો
Array

હળવદ થી ભડીયાદ પીર પગપાળા જવા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ઉમટી પડયો

દર વર્ષની માફક હળવદ થી ભડિયાદપીર જવા પગપાળા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ધુમદાદાધુમબુખારી ના નારા સાથે જોડાયા હતા બુધવાર સવારના અગિયાર વાગ્યાની આજુબાજુ મેઈન બજારમાંથી ભળીયાદ પીર પગપાળા જવા માટે મોટી સંખ્યામાં મોરબી તથા હળવદના લોકો જોડાયા હતા દર વર્ષની માફક આ વર્ષે પણ કોમી એકતા સમાન હિંદુ-મુસ્લિમ ચાલીને જતા લોકો માટે ઠેર ઠેર ઠંડા પાણીના સરબતની વ્યવસ્થા કરાઇ હતી અને યુવાનો ડીજેના તાલે નાચ તા ગાતા ધુમદાદાધુમબુખારી ના નારા સાથે હર્ષોઉલ્લાસ સાથે પગપાળા ભડિયાદપીર જવા નીકળ્યા હતા હષો ઉલાષ સાથે રવાના થયા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહંમદભાઈ ડીસવાળા, ઈકબાલભાઈ મરચી,હબીબભાઈ, ઇમરાન શા, પરવેજ બાપુ .રમીઝસુમરા, મુન્નાભાઈ મીરા ચકાભાઈ મીરા ,હારૂનભાઇ રફિકભાઈ , સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ ધુમદાદાધુમબુખારી ના નારા લગાવીને પગપાળા ભડીયાદપીર જવા નીકળ્યા હતા,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ,મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments