- Advertisement -
હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા દરમિયાન આજે પાલિકા તંત્ર સાથે બેઠક યોજાઈ હતી અને હડતાલનો સુખદ અંત આવ્યો છે
હળવદ નગરપાલિકાના સફાઈ કામદારો વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરી રહ્યા હતા અને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સાથે આજે હળવદ નગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી બેઠકમાં હળવદ નગરપાલિકાના પ્રમુખ હીનાબેન રાવલ, ઉપપ્રમુખ જયેશ ભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, કારોબારી ચેરમેન નગરભાઈ, સેનિટેશન ચેરમેન રમેશભાઈ પટેલ, સેનિટેશન ઇન્સ્પેક્ટર હરીશભાઈ રાવલ તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવ્યો છે
રિપોર્ટર : રોહિત પટેલ, હળવદ , મોરબી