Wednesday, September 22, 2021
Homeહળવદ ના ટિકર ગામે જુગાર રમતા ૭ પકડાયા રૂ. ૧.૮૬ લાખની રોકડ...
Array

હળવદ ના ટિકર ગામે જુગાર રમતા ૭ પકડાયા રૂ. ૧.૮૬ લાખની રોકડ જપ્ત.

હળવદના ટિકર ગામે ચાલતા મોટા જુગાર ધામ પર મોરબી એલસીબીએ દરોડો પાડીને જુગાર રમતા ૭ શખ્સોને રૂ. ૧.૮૬ લાખની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે હળવદ તાલુકાના ટિકર ગામે ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા નાનજી ધનજીભાઈ ચાવડા, ઈશ્વર કાશીરામભાઈ સીણોજીયા, કરમશી હરજીભાઈ હડિયલ, પ્રેમજી વિરજીભાઈ એરવાડીયા, મનસુખ ઉર્ફે મંત્રી બેચર એરવાડિયા, રતી રામજીભાઈ એરવાડિયા અને સંજય શંકરભાઈ એરવાડિયાને રૂ. ૧.૮૬ લાખની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments