હળવદ ના મેન રોડ પર સ્ટ્રીટ લાઈટો 3 અઠવાડિયાથી બંધ..

0
83
હળવદ શહેરના મેન રોડપર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે અને તે પણ અનેક દિવસોથી બંધ છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બંધ સ્ટ્રીટ લાઈટ પાસે જાણે માથુ નમાવી પસાર થતા હોય તેમ કોઈ પગલાં લેતા નથી. મોટા ઉપાડે એલઈડી લાઈટનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવી છે.
હળવદ  મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં એલઈડી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવામાં આવી છે, પરંતુ શહેરના મહત્તમ વિસ્તારોમાં અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. કેટલીક તો નકામી બની ગઈ છે અને કંપનીમાં બદલાવવા માટે મોકલવી પડે તેમ છે, પરંતુ થાંભલેથી લાઈટ ઉતરે તો તેને બદલાવાયને…
 અંધારા પાથરતી સ્ટ્રીટ લાઈટના કારણે તેમને નાના-મોટા અકસ્માત થાય છે.. લોકો માટે કામ કરવાનો ઢોલ પીટતા શાસકો બંધ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરી ઉજાલા ફેલાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here