Monday, September 20, 2021
Homeહળવદ ના સ્ટેશન રોડ , મેઈન બજાર સહિતના વિસ્તારોમાં દુકાનોમાં આગ લગાવવાના...
Array

હળવદ ના સ્ટેશન રોડ , મેઈન બજાર સહિતના વિસ્તારોમાં દુકાનોમાં આગ લગાવવાના ગુનામાં દેવેન્દ્ર પટેલની ધરપકડ.

મોરબી જીલ્લાના હળવદ શહેરમાં થોડો સમય પહેલા હિંદુ સંગઠનના બે આગેવાન ઉપર તલવાર અને ધરિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી બીજા દિવસે હળવદના સ્ટેશન રોડ , મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનોમાં આગ લગાવી હતી અને સારા ચોકડી પાસે ટયાર સળગાવીને ટ્રાફિક જામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હાલમાં પોલીસે દેવેન્દ્ર પટેલ નામના યુવાનની ધરપકડ કરી છે
હળવદ શહેરમાં થોડા સમય પહેલા હિંદુ સંગઠન બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર અને બજરંગ દળના બીજા આગેવાન અલ્પેશભાઈ પટેલ ઉપર તલવાર અને ધરિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી બન્ને ઈજાગ્રસ્તોને અમદાવાદની જાયડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ તેની ફરીયાદ લઇને હુમલાખોરની સામે કેસ કરવામાં આવ્યો હતો જો કે, આ બનાવના પગલે તે સમયે હળવદના સ્ટેશન રોડ , મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનોમાં આગ લગાવી હતી અને સારા ચોકડી પાસે ત્યાર સળગાવીને ટ્રાફિક જામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગત નવમાં મહિનામાં થયેલ અથડામણના ગુનામાં પોલીસે આજે દેવેન્દ્ર ઠાકરશીભાઇ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments