હળવદ પાલિકા દ્વારા નગરપાલિકા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી કરર્તા ચાર કરોડની આવક

0
31
હળવદ નગરપાલિકા દ્વારા ડો, બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર તેમજ નગરપાલિકા શોપીંગ સેન્ટર ગીની ગેસ્ટ હાઉસ સામે બે શોપિંગ સેન્ટર ની કુલ ૪૭ દુકાન માટે અઘાટ વેચાણ થી હળવદ નગરપાલિકા સભાખંડ ખાતે જાહેર હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના વેપારીઓએ જાહેર હરાજી બોલીને 31 દુકાનો ની અધાટ વેચાણ થી રાખતા અંદાજિત ચાર કરોડ જેટલી જંગી રકમ ની હળવદ પાલિકાને આવક થઇ છે
હળવદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બે શોપિંગ સેન્ટરમાં 47 દુકા ની જાહેર હરાજી રાખવામાં આવી હતી હળવદ નગરપાલિકા ના ટાઉનહોલ ખાતે જાહેર હરાજી વેપારીઓની હાજરીમાં જાહેર બોલી બોલાઇ હતી અધધધ ૩૩ લાખ સુધી ની બોલી બોલાઇ હતી આ તકે મોરબી જિલ્લા એસડીએમ અને હળવદ પ્રાંત અધિકારી એસ ડી પટેલ મામલતદાર વી, કે, સોલંકી ચીફ ઓફિસર સાગર રાડીયા ,હળવદ નગરપાલિકા પ્રમુખ હિનાબેન અજયભાઈ રાવલ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ કારોબારી સમિતિના ચેરમેન નાગરભાઈ દલવાડી સહીત નગરપાલિકાના સદસ્યો હળવદ ના વેપારીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : રોહિત પટેલ, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here