Monday, September 27, 2021
Homeહળવદ પાલિકા મોતનો મલાજો જાળવવામા પણ નિષ્ફળ , સ્મશાને છાણાનો સ્ટોક ખલાસ
Array

હળવદ પાલિકા મોતનો મલાજો જાળવવામા પણ નિષ્ફળ , સ્મશાને છાણાનો સ્ટોક ખલાસ

હળવદ : હળવદ શહેરમાં આવેલ સ્મશાન મુકિતધામ ખાતે ગઈકાલ બપોરથી મૃતદેહને અગ્ની સંસ્કાર આપવા માટેના છાણાનો જથ્થો ખલ્લાસ થઈ જતા સ્મશાને આવતા ડાઘુઓને છાણાની શોધમાં દરદર ભટકવું પડે તેવી નોબત સર્જાઈ છે ત્યારે નગરપાલીકા તંત્ર મોતનો મલાજા પણ જાળવી શકતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
હળવદ શહેરના વેગડવાવ રોડ પર આવેલ સ્મશાન મુકિતધામ ખાતે અવારનવાર છાણાનો જથ્થો ખલ્લાસ થઈ જતો હોવાથી મૃતદેહને અગ્ની સંસ્કાર આપવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવો જ એક બનાવ આજે સવારના બનવા પામ્યો હતો. જેમાં સ્મશાન ખાતે આવેલ મૃતદેહને અગ્નીસંસ્કાર આપવા માટે ડાઘુઓ સ્મશાનના ગોડાઉનમાં છાણા લેવા જતા છાણાનો સ્ટોક જ ખલ્લાસ થયેલો જાવા મળતા ડાઘુઓ દ્વારા અન્ય જગ્યાએથી છાણાઓ ઉઘરાવી મૃતદેહને અગ્ની સંસ્કાર કર્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments