Saturday, September 18, 2021
Homeહળવદ : પેટ્રોલ પંપમાં નોકરી કરતો કર્મચારી રૂ.10 લાખ લઇ ફરાર થતા...
Array

હળવદ : પેટ્રોલ પંપમાં નોકરી કરતો કર્મચારી રૂ.10 લાખ લઇ ફરાર થતા ફરિયાદ નોંધાઈ

હળવદના દેવળીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપમાં નોકરી કરતો કર્મચારી જ રૂ.10 લાખ ફરાર થઈ જતા પેટ્રોપ પંપના માલિકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ઠગાઈનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી કાન્તીલાલ અમરશીભાઇ અઘારા (ઉ.વ.57, ધંધો- ખેતી રહે.જુના દેવળીયા તા.હળવદ)એ આરોપી ગોવિંદ મગનભાઇ રબારી (રહે.ધ્રેચાણ તા.સુઇગામ જિ.બનાસકાંઠા હાલ રહે. નારાયણ પેટ્રોલપંપ જૂના દેવળીયા ગામની સીમ તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં તેમણે જાણકારી આપી હતી કે, તા-22ના રોજ નારાયણ પેટ્રોલપંપ જૂના દેવળીયા ગામની સીમમાં ફરીયાદીને આરોપીએ વિશ્વાસમા લઇ ફરીયાદીના રૂ. 10 લાખ પોતાના હવાલાવાળા પેટ્રોલ પંપના રસોડાની ઓરડીમા આવેલી શેટીના ખાનામા રાખવાનું જણાવી ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી પેટ્રોલ પંપના રસોડામા આવેલ શેટીના ખાનામા રૂ. 10 લાખ રાખેલા જે લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પીએસઆઇ પી.જી.પનારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments