Saturday, September 25, 2021
Homeહળવદ માં ટીકર રોડ પર પાણીની પાઈપલાઈન લીકેજ થતાં રોડ તુટી પડ્યો...
Array

હળવદ માં ટીકર રોડ પર પાણીની પાઈપલાઈન લીકેજ થતાં રોડ તુટી પડ્યો મોટો ખાડો.

હળવદમા પાણી પુરવઠા વિભાગની વ્હાલાં દવલાની નિતિથી અવારનવાર ચર્ચામાં રહે છે જેમાં તાલુકાના છેવાડાના ગામડાઓમાં મીઠું પીવાનું પાણી મળી રહે તેવાં હેતુથી પાઈપલાઈન વડે દરેક જગ્યાઓ પર આપવામાં આવે છે પરંતુ અમુક ગામડાઓમાં પંદર દિવસે પણ પીવાનું પાણી આપવામાં આવતું નથી ત્યારે આજ વિભાગના પાપે ટીકર રોડ રેલવે ફાટક પાસે છેલ્લાં દોઢેક માસથી પાણીની પાઈપલાઈન લીકેજ હોવાથી રોડમાં મોટા ખાડો પડી ગયો છે.
જેને અકસ્માત સર્જાય તે પહેલાં સમારકામ કરવા લોકમાંગ ઉઠી છે.
પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના હિસાબે તાલુકાના ૧૪થી વધારે ગામોનો મુખ્ય રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડે છે જેમાં પરિક્ષાર્થીઓ,ખેડૂતો, વાહનચાલકો પરેશાની વેઠી રહ્યાં છે. હળવદ તાલુકાના ટીકર રોડ રેલવે ફાટક પાસે છેલ્લાં દોઢેક માસથી પિવાના પાણીની પાઈપલાઈન લીકેજ છે જેમાં તંત્ર દ્વારા યોગ્ય સમયે સમારકામ હાથ નહીં ધરતા આજે નાના એવા ખાડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં મસમોટો ખાડો પડી ગયો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા રણકાંઠાના ગામડાઓમાં પિવાનુ મીઠું પાણી મળી રહે તેવા ઉદ્દેશથી દરેક ગામડાઓમાં પાઈપલાઈન વાટે પાણી પહોંચાડવામા આવે છે જેમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવી અમુક ગામમાં પંદર દિવસે પાણી આપવામાં આવતું નથી ત્યારે આજ વિભાગની ઘોર બેદરકારીના હિસાબે અકસ્માત થવાનો ભય રહેલો છે જેમાં ટીકર રોડપર રેલવેના ફાટક પાસે પાણી પુરવઠા વિભાગની પાઈપલાઈન લીકેજ હોવાથી ૧૪થી વધારે ગામના વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments