Wednesday, September 28, 2022
Homeહળવદ માં રોટરી કલબ ઓફ વઢવાણ સિટી દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનુ ભવ્ય...
Array

હળવદ માં રોટરી કલબ ઓફ વઢવાણ સિટી દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

- Advertisement -
હળવદ માં રોટરી કલબ ઓફ વઢવાણ સિટી દ્વારા ટીબી હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે ચાલીસી વટાવી ચૂકેલ મહિલાઓ માટે તા:૧/૨/૩/માર્ચના રોજ મોમોગ્રાફી અને પેપ સ્મિઅર ટેસ્ટનું નિઃશુલ્ક નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ત્રણ દિવસમાં 150 થી વધુ નિદાન કરવામાં આવ્યા હતા.
આ કેમ્પનો નિઃશુલ્ક લાભ મળે અને યોગ્ય ચકાસણીથી   ભવિષ્યમાં આવનારી ગંભીર બીમારીનો સમયસર ઈલાજ, સારવાર કે નિદાન કરવાથી  જીવનું જોખમ ટાળી શકાય એવા હેતુથી હળવદ શહેરની ૨૮ સ્ત્રીઓને પણ રોટરી કલબ અને ઇનરવિલ ઓફ હળવદ દ્વારા નિદાન હેતુ મોકલવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે જેમને પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો હોય એમને બહારની લેબોરેટરીમાં 3000 રૂપિયાથી પણ વધુ રકમ ચૂકવવી પડતી હોય છે.
હળવદ કલબ દ્વારા મોકલવામાં આવેલ તમામ નું નિદાન, બધીજ પ્રકારની યોગ્ય ગોઠવણ ડો.રીનાબેન ગઢવીએ સુંદર રીતે કરી આપી હતી.
પ્રોજેક્ટ ચેરમેન રૂપલબેન પંજવાણીની ઘણા સમયની મહેનત, ખંત અને ઉત્સાહ થી આ પ્રોજેક્ટ સફળ બન્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular