Wednesday, December 8, 2021
Homeહળવદ માં લોકાપર્ણ તેમજ ખાતમૂહુર્ત ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરાયુ
Array

હળવદ માં લોકાપર્ણ તેમજ ખાતમૂહુર્ત ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરાયુ

હળવદમાં આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લાના વિવિધલક્ષી યોજનાકીય કામોનો લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆતમાં આગમન માટે સરસ્વતી શાળા ની બાળકી દ્વારા સ્વાગત ગીત તેમજ દીપ પ્રાગટ્ય કરી મોરબી જિલ્લા કલેકટર તથા ઉપસ્થિત મહેમાનો ને ફળો ની ટોપલી આપી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે કરોડો રૂપિયાના કામોનુ લોકાર્પણ થતા ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કરીયુ હતુ.

સૌરભભાઇ પટેલે પોતાના વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લા માટે ૭૦ કરોડના ખર્ચે રોડ-રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, પી.એચ.સી. ઉર્જા, ગામડામાં સી.સી.રોડ હોય તેવા વિવિધલક્ષી કામોના અહિંયાથી લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સર્વાંગી વિકાસ અંતર્ગત દરેક ક્ષેત્રે ખૂબ સારી રીતે લોકોને સ્પર્શે તેવા કામો હાથ પર લીધા છે.આ પ્રસંગે સાંસદ દેવજીભાઇ ફતેપરા અને પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતાં. જયારે જિલ્લા કલેકટર આર.જ.માકડિયાએ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મંત્રી અને મહાનુભાવો સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં હળવદ તાલુકા પ્રમુખ પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બીપીનભાઇ  ખાસ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : રોહિત પટેલ,CN24NEWS, હળવદ, મોરબી

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments