હળવદ માં સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.

0
65
હળવદ માં આજરોજ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી રણછોડદાશજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ / ભારત સેવક સમાજ-સુરેન્દ્રનગર તેમજ સામાજિક કાર્યકર ગીરીશભાઈ સાધુ ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો આ કેમ્પ માં 181 આંખ ના દર્દીઓ એ આંખ ની તપાસ કરાવી જેમાંથી 37 દર્દીઓને મોતિયા નું નિદાન થયું તે 37 દર્દીઓ ને ટ્રસ્ટ ની બસ માં રાજકોટ શ્રી રણછોડદાશજી બાપુ હોસ્પિટલ ખાતે લઈ જઈને અતિઅધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગર ના મોતિયા ના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે અને સાથે શુદ્ધ ચોખા ઘી ના શીરા સહિત ભોજન અને ઓપરેશન પછી ની જરૂરી દવા ટીપાં ચશ્માં વગેરે હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે.
આ કેમ્પ ને સફળ બનાવવા ભારત સેવક સમાજ ના સર્વે વડીલશ્રીઓ તેમજ સ્થાનિક કાર્યકર મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અને આ તકે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના સર્વે ટ્રસ્ટીશ્રીઓ તથા સર્વે સ્વયંસેવકો નો પણ આયોજક ગીરીશભાઈ સાધુ એ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here