- Advertisement -
હળવદ : હાલ ભારત – પાકિસ્તાનના વધતા જતા તનાવને પગલે દેશ સહિત ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે હળવદ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને હળવદ – માળિયા હાઈવે પરથી પસાર થતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં નવલખી બંદર નજીક હોવાથી દરિયા સુરક્ષા વધારી દેવાઈ છે, તો સાથો સાથ એસઆરપીની અલગ અલગ ટુકડીઓ પણ તૈનાત કરી દેવાઈ છે ત્યારે જિલ્લા સહિત હળવદ – માળિયા હાઈવે પરથી પસાર થતા વાહનો હળવદ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસની અલગ અલગ ટુકડી બનાવી જુદીજુદી જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હળવદ – મોરબી ચોકડી, સરા ચોકડી, કોયબા પાટીયા નજીક સહિત દરેક જગ્યાએ પોલીસ પેટ્રોલીંગ કડક બનાવાઈ છે. ઉપરાંત કોઈ પણ અજાણી વ્યકિત અથવા કે શંકાસ્પદ જણાય તો તુરંત હળવદ પોલીસનો સંપર્ક સાધવો તેમજ કોઈ પણ વ્યકિતએ અફવા ફેલાવી નહીં અને અફવામાં દોરાવું નહીં તેવું પી.આઈ. એમ. આર. સોલંકી દ્વારા જણાવાયું છે
રિપોર્ટર-રોહિત પટેલ,CN24NEWS હળવદ, મોરબી