Wednesday, September 22, 2021
Homeહળવદ : મુક્તિધામ માં છાણાં - લાકડા નો કોન્ટ્રાક્ટર લાજવાના બદલે ગાજયો.
Array

હળવદ : મુક્તિધામ માં છાણાં – લાકડા નો કોન્ટ્રાક્ટર લાજવાના બદલે ગાજયો.

થોડા સમય પહેલા મુક્તિધામમાં છાણાં ન હોવાનો વર્તમાન પત્રો એ એહવાલ પ્રકાશિત કર્યો હતો : આજે મીડિયા કર્મી પર રોફ જમાવતો કટકીબાજ કોન્ટ્રાક્ટર
હળવદ : હળવદ શહેરમાં આવેલ મુક્તિધામ ખાતે પાછલા ઘણા સમયથી છાણાનો સ્ટોક અવારનવાર ખાલી થઈ જતો હોવાથી ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ અંગે મીડિયા કર્મીઓ દ્વારા અહેવાલ પ્રકાશિત કરાવતા છાણા લાકડાનો કોન્ટ્રાક્ટર રાખતો શખ્સ લાજવાને બદલે ગાજયો હતો અને મીડિયાકર્મીઓ પર રોફ જમાવતો જોવા મળ્યો હતો અને મોટી મોટી ડફાસુ મારતો કોન્ટ્રાક્ટર બળદેવ દલવાડીએ કહ્યું કે, છાપવૂ હોય તે છાપી નાખજો મને કોઇ ફેર પડતો નથી, ખરેખર આવા કટકીબાજનું સાચું માનીએ તો એને કોઇ ફરક પડતો નથી કારણકે આવા કટકીબાજ કોન્ટ્રાક્ટરને માથે રાજકીય આકાઓનો હાથ હોય તો એનું ખરેખર કોઈ શું ઉખેડી શકે તેવી લોક ચર્ચા વચ્ચે કોન્ટ્રાક્ટર પ્રશ્નોના વમળમાં મુકાયો છે.
ખરેખર આ બાબતે પાલીકાના સતાધીશો અને પાલીકા તંત્ર દ્વારા લાકડા-છાણાના કોન્ટ્રાક્ટ પર યોગ્ય તપાસ કરાય તો આ કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ઉતરી જાય તો નવાઈ નહી..? પાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી શહેરીજનોના માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments