Tuesday, September 28, 2021
Homeહળવદ યાર્ડમાં જીએસટીની તપાસ : જીરાના વેપારીનો તોડ થયાની ચર્ચા
Array

હળવદ યાર્ડમાં જીએસટીની તપાસ : જીરાના વેપારીનો તોડ થયાની ચર્ચા

હળવદ : કચ્છમાં અઠવાડિયા પૂર્વે બિલ વગરની જીરું ભરેલી ટ્રક પકડાતા આજે તપાસ છેક હળવદ યાર્ડ સુધી લંબાઈ હતી અને એક પેઢીમાં રાજકોટ જીએસટીની ટીમ દ્વારા તપાસ કરી નજીવો દંડ ફટકારી તોડ કરી લેવામાં આવ્યો હોવાની વ્યાપક ચર્ચા હળવદમાં ઉઠી છે, બીજી તરફ યાર્ડમાં જીએસટીની ટીમ આવતા તમામ પેઢીઓના શટર ટપોટપ પડી જવા પામ્યા હતા.
હાલમાં તમામ માર્કેટિંગ યાર્ડમાં જીરૂની ચિક્કાર આવક થઈ રહી છે ત્યારે વેપારી પેઢીઓ દ્વારા ખેડૂત પાસે ખરીદેલ જીરું સ્થાનિક બજારમાં અને રાજ્ય બહાર મોટાપાયે મોકલવામાં આવી રહ્યું છે જેમાં અઠવાડિયા પૂર્વે કચ્છ તરફ જતી ટ્રકમાં બિલ વગરનો જીરુનો મોટો જથ્થો પકડાઈ જતા જીએસટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments