હળવદ : વરીયાળીના ભાવ ૧૩૦૦ થી ઘટી સીધા ૯૦૦, ખેડૂતોનો ચક્કાજામ- ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો

0
107
મોડલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતોની કેવી દયનીય સ્થિતિ છે તેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે પાક્વીમાં સહિત ના મુદે ખેડૂતો અવારનવાર રોડ પર ઉતરી આવતા હોય છે તેમજ કૃષિ જણસના ભાવો ના મળતા જગતનો તાત દુખી બન્યો છે આજે હળવદ યાર્ડમાં વરીયાળીના ભાવો અચાનક ઘટી જતા ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો
હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલ વરીયાળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગત સપ્તાહના અંતે ૧૩૦૦ રૂ ખરીદીનો ભાવ હતો જોકે આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વરીયાળી લઈને પહોંચ્યા ત્યારે ભાવ ૧૩૦૦ ને બદલે ૯૦૦ રૂ જ હોવાનું માલૂમ પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો અને કૃષિ જણસનો પૂરો ભાવ ના મળે તો ખેડૂત દેવાદાર બની જાય જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો હળવદ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ વાહનો રોકી ચક્કા જામ  કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here