Tuesday, September 28, 2021
Homeહળવદ : સદ્‌ભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
Array

હળવદ : સદ્‌ભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

હળવદ : તાલુકાના મિયાણી ગામે બજરંગ યુવક મંડળ તથા અસારવા કેન્સર હોÂસ્પટલ તેમજ સદ્‌ભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧ર૦થી વધારે રકતની બોટલ એકત્ર કરવામાં આવી હતી.
તાલુકાના મિયાણી ગામે એકાદશીના દિવસે ઝાલાવાડ અખંડ રામધુનના આયોજનની સાથે સાથે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસારવા કેન્સર હોÂસ્પટલ તથા બજરંગ યુવક મંડળ તેમજ સદ્‌ભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી રકતદાન યોજાયો હતો. આ રકતદાન કેમ્પમાં મિયાણી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોએ રકતદાન કર્યું હતું. જેમાં ૧ર૦થી વધુ રકતની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમસ્ત મિયાણીના ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત સદ્‌ભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અને સિવિલ હોÂસ્પટલ અસારવા (અમદાવાદ)ના પ્રમુખ કાંતિભાઈ કાસુન્દ્રા, ઉપ પ્રમુખ જ્યોત્સનાબેન કૈલા, મંત્રી ભાવનાબેન કાસુન્દ્રા, રતનશીભાઈ ચાડમીયા ઉપÂસ્થત રહ્યા હતા. તો સાથો સાથ ગામના યુવા મિત્રો વિકાસ કુરિયા, નરસંગભાઈ ડાંગર, વેલાજીભાઈ રંભાણી તથા બજરંગ મંડળના યુવાનો તેમજ ટીકર ગામના આગેવાન ગણેશભાઈ તથા મિયાણી પ્રાથમિક શાળાના સ્ટાફગણે આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments