Sunday, October 17, 2021
Homeહવાઇ સફર કરનારા માટે ખુશખબર, આ એરલાઇન્સ આપી રહી છે સસ્તી ઓફર
Array

હવાઇ સફર કરનારા માટે ખુશખબર, આ એરલાઇન્સ આપી રહી છે સસ્તી ઓફર

નવા વર્ષમાં દેશની જાણીતી 3 હવાઇ સફર કરાવનારી કંપનીઓ યાત્રીઓ માટે દમદાર ઑફર લઇને આવી છે. આ ઑફર હેઠળ યાત્રીઓ સસ્તા ભાડાંમાં દેશ-વિદેશની યાત્રા કરી શકે છે, જે ત્રણ કંપનીઓ આ ઑફર આપી રહી છે તેમાં Air India, Air Asia અને Indigo શામેલ છે.

આ છે Air Indiaની ઓફર:

Air India પોતાના ગ્રાહકોને તમામ ઉડાનો પર સસ્તામાં બિઝનેસ ક્લાકની સફર કરાવવાની ઑફર કરી રહી છે. જો યાત્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યૂરોપની નોન સ્ટોપ અને દેશમાં ઘરેલૂ ઉડાન પર ઇકોનોમી ક્લાસમાં ટિકિટ બુક કરે છે તો તેમના થતા ડ્રોમાં બિઝનેસ ક્લાસની સીટ મળી શકે છે. બિઝનેસ ક્લાસની ટિકિટ આ રીતે 75% સસ્તી કિંમતે મળશે.

Air Indiaના ચેરમેને જણાવ્યુ કે, ”દરેક ઉડાન પર ઇકોનોમી ક્લાસમાં 80% સીટ ભરાઇ જાય છે. જોકે બિઝનેસ ક્લાસમાં માત્ર અડધી સીટ ભરાય છે,  આ કારણથી કંપની આ ઑફર આપી રહી છે.”

Air Asiaની ઑફર:

લો કોસ્ટ એરલાઇન Air Asia હાલમાં એક ફેસ્ટિવલ સેલ ઓફર લઇને આવી છે, જેના હેઠળ કંપની માત્ર 999 રૂપિયામાં ઘરેલૂ ઉડાન અને 2999 રૂપિયામાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ટિકિટ બૂક કરાવવાનો મૌકો આપી રહી છે.

ઘરેલૂ યાત્રીઓ દેશના 19 શહેરોમાં આ ઑફર હેઠળ યાત્રા કરી શકશે. જે શહેરો માટે ટિકિટ બુક કરાવી શકાશે તેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, શ્રીનગર, કોચ્ચિ, ગોવા, જયપુર, ગુવાહાટી, ઇન્ફાલ, ચંદીગઢ, પૂના, વિશાખાપટ્ટનમ, બાગડોગડા, રાંચી, ભુવનેશ્વર, ઇન્દોર અને ચેન્નાઇ શામેલ છે.

આ સિવાય યાત્રીઓ વિદેશના પણ 130 શહેરોમાં યાત્રા કરી શકશે. જોકે યાત્રીઓને Air Asiaની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી બુકિંગ કરાવવું પડશે. બુક કરાયેલી ટિકિટ પર યાત્રી 21 જાન્યુઆરીથી જૂલાઇ 2020 સુધી યાત્રા કરી શકશે. આંતરરાષ્ટ્રીય સેક્ટરમાં ક્વાલાલપુર, બેંગ્કોક, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, બાલી જેવી જગ્યા શામેલ છે.

Indigo કરાવશે સસ્તા દરે હવાઇ સફર:

બાકી 2 કંપનીઓની સરખામણીમાં Indigo સૌથી સસ્તામાં હવાઇ ટિકિટ આપી રહ્યુ છે. આ સાથે જ કંપની 15% કેશબેક પણ  આપી રહી છે. Indigo ન્યૂ યૂર સેલના અંતર્ગત ઘરેલૂ ઉડાન માત્ર 899 રૂપિયા અને વિદેશી ઉડાન માત્ર 3399 રૂપિયામાં કરાવશે.

આ સિવાય જો તમે મોબિક્વિકમાંથી ટિકિટ બુક કરાવી રહ્યા છો તો તમે 15% સુધીનું કેશબેક મળશે. આ કેશબેક 500 રૂપિયા સુધીનુ હશે. બુકિંગ 9 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે અને જે 13 જાન્યુઆરી સુધી ચાલશે. જો આ અવધિ દરમિયાન બુક કરાવેલી ટિકિટ પર તમે 24 જાન્યુઆરીથી 15 એપ્રિલ 2019 સુધી યાત્રા કરી શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments