હવામાન : કેરળમાં અગામી 48 કલાકમાં ચોમાસાનું આગમન થશે, મોસમ વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી

0
49

નવી દિલ્હીઃ અગામી 48 કલાકમાં ચોમાસું કેરળમાં પ્રવેેશે તેવી શકયતા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણમાંથી આવનારા પવનોના કારણે ચોમાસાને આગળ વધવા અને તેને મજબૂત થવામાં મદદ મળી રહી છે. જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો અગામી 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદ થવાની શકયતા છે.

ગોવામાં ચોમાસાનું આગમન 12 જૂને થવાની શકયતા

જયારે ગોવામાં ચોમાસાનું આગમન 12 જૂને થવાની શકયતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આંધ્રપ્રદેશના ઘણાં હિસ્સામાં પ્રી-મોનસુનનો વરસાદ શરૂ થઈ ગયો છે. તેનાથી ખેડૂતોને ખરીફ પાકની વાવણીમાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમસાનો પ્રથમ વરસાદ 1 જૂનની આસપાસ આવે છે.

મોસમ વિભાગે તેના તાજા બુલિટિનમાં ચેતવણી આપી છે કે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ આવી શકે છે. જયારે ઝડપી ગરમી હવા(લૂ)થી ઝડપી રાહત મળશે. દિલ્હી સહિત ઉતર ભારતના ઘણાં વિસ્તારોમાં ગરમ હવાઓ હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે.

બે રાજયોમાં સોમવારે ભારે વરસાદ થયો હતો, તેમાં તેલંગાના અને બીજુ ત્રિપુરા સામેલ છે. સોમવારે સાંજે તેલંગાનાના હૈદરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો. તેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આ સિવાય ત્રિપુરાના અગરતાલા સહિત આસપાસના વિસ્તારોમાં ગઈકાલ રાતથી ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે.

અહીં રવિવાર રાતથી થઈ રહેલા વરસાદને પગલે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ભારે વરસાદે લોકોને ગરમીથી રાહત અપાવી છે, જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાથી મુશ્કેલી પણ સર્જાઈ છે. લોકોને ઘુટણ સુધી ભરાયેલે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ઘણાં વિસ્તારોમાં લોકોના ઘર અને દુકાનમાં પણ પાણી ભરાઈ જવાના સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here