Saturday, August 13, 2022
Homeહવે આધાર વગર પણ તમે ઊઠાવી શકો છો દરેક સરકારી યોજનાનો ફાયદો
Array

હવે આધાર વગર પણ તમે ઊઠાવી શકો છો દરેક સરકારી યોજનાનો ફાયદો

- Advertisement -

આજના સમયમાં ભારતમાં આધાર માત્ર ઓળખ પત્ર નહીં પરંતુ એની જરૂરીયાત તમામ કામમાં હોય છે. જો તમે ભારતમાં રહો છો તો આધાર તમારા માટે એક જરૂરી ડોક્યૂમેન્ટ છે. જો તમે સરકારની કોઇ પણ યોજનાનો લાભ ઊઠાવવા ઇચ્છો છો તો તમારી પાસે આ કાર્ડ હોવું જરૂરી છે.

આધાર ખોવાઇ જાય તો ના થાવ પરેશાન
તમને જણાવી દઇએ કે જો તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયું છે કો તમારે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે હવે અમે તમારા માટે એક એવી રીત લઇને આવ્યા છે, જેનાથી તમે આધાર વગર પણ તમારું કામ સરળતાથી કરી શકો છો.

mAadhaar એપથી કરો કામ
UIDAI એક નવી ટેકનીક લઇને આવ્યું છે. જેના દ્વારા તમે આધાર વગર પણ પોતાનું કામ કરી શકો છો. એના માટે તમારે તમારા મોબાઇલમાં mAadhaar મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમારો આધાર તમારા મોબાઇલમાં આવી જશે. જો કે mAadhaar  એપને યૂઝ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે.

તમને જણાવી દઇએ કે જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો તમારા આધાર સેન્ટર જઇને નવો નંબર અપડેટ કરવો પડશે. ત્યારબાદ તમે એને તમારા મોબાઇલથી જોડી શકો છો. એની સાથે જ આ એપમાં QR કોડ અને E KYC નું પણ ફીચર આપી દેવામાં આવ્યું છે અને એનો ઉપયોગ તમે ક્યાંય પણ આધારની જેમ કરી શકો છો.

એની સાથે જ એપને ડાઉનલોડ કર્યા બાદ તમારે એની પાસવર્ડની સહાયતાથી સુરક્ષિત કરવું પડશે અને આ એપને ખોલવા માટે તમામારે તમારો આધાર નંબર નાંખવો પડશે અને તમામ જાણકારીઓને ભરવી પડશે, ત્યારબાદ તમારે રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી નાંખ્યા બાદ તમે બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક કરી શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular