Tuesday, December 7, 2021
Homeહવે આ કોકટેલ ઇન્જેક્શનથી પુરુષ પણ કરી શકશે બર્થ કંટ્રોલ
Array

હવે આ કોકટેલ ઇન્જેક્શનથી પુરુષ પણ કરી શકશે બર્થ કંટ્રોલ

બર્થ કંટ્રોલ માટે અત્યાર સુધી તમે મહિલાઓને દવાઓ લેતા જોઇ હશે. પરંતુ હવે વૈજ્ઞાનિક પુરુષ માટે પણ બર્થ કંટ્રોલ કોન્ટ્રેસેપ્ટિવ આવિષ્કાર કરી રહી છે. વૈજ્ઞાનિકોનું માનલું છે કે આ ઇન્જેક્શનની મદદથી સ્પર્મને ટેસ્ટિકલથી બહાર નિકળતા રોકી શકાય છે.

વૈજ્ઞાનિકોએ આ થેરેપીનું પરીક્ષણ ઉંદર પર કર્યું. જેમાં તેમને સફળતા મળી. એમના પ્રમાણએ આ થેરેપી ‘અલ્કોહોલિક કોકટેલ’થી પ્રેરિત છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ ટેકનીક પુરુષો પર પણ બરોબર કામ કરે છે તો આ ઘણા કપલ્સ માટે બર્થ કંટ્રોલની એક આશા કિરણ સાબિત થઇ શકે છે.

આ બર્થ કંટ્રોલ કોકટેલમાં બાઇડ્રોજેલ સામેલ છે, જે સ્પર્મને બનતા રોકે છે. સાથે જ હાઇડ્રોજેલને EDTA કેમિકલ દ્વારા સોનાના કણોની પરથી અલગ કરવામાં આવે છે.
આ સ્પર્મને નષ્ટ કરે છે અને કોન્ટ્રાસેપ્ટિવના ખતમ થવા પર હાઇડ્રોજેલને બ્રેક કરે છે.

સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું કે જે સ્પર્મ ટેસ્ટિકલ્સથી બહાર નિકળી શકતા નથી, એ ટેસ્ટિીકલમાં બ્રેક થઇ જાય છે. જેને શરીર ફરીથી એવ્ઝોર્બ કરી લે છે.

પુરુષોને ફરીથઈ ફર્ટાઇલ બનાવવા માટે સોનાના કણોને ગરમ કરવા માટે ઇન્ફ્રારેડ લસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કેમિકલ એક બીજાની સાથે મિક્સ થઇ જાય છે.

ઉંદર પર પ્રયોગ કરવા દરમિયાન આ મિશ્રણના કારમે ફીમેલ ઉંદર 2 મહિના સુધી પ્રેગનેન્ટ થયા નહીં.

એક સર્વે અનુસાર લગભગ 40 ટકા પુરુષ એવા કોન્ટ્રાસેપ્ટિવ ઇચ્છે છે, જે લાંબા સમય સુધી કામ કરી શકે.

સંશોધનકર્તાએ જણાવ્યું કે આ ઇન્જેક્શનનો ટ્રાયલ 100 ટકા કારગર થયો છે.
પરંતુ એની સાઇડ ઇફેક્ટ્સ થવાના કારણે વર્ષ 2016માં એની પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કેટલાક પુરુષોને ા ઇન્જેક્શન લીધા બાદ તણાવ અને દુખાવાની ફરિયાદ સામે આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments