હવે કેરળની પોલીસનું અડધું કામ આસાન, પોલીસ સ્ટેશનમાં થઈ ‘સિંઘમ’ રોબોટની એન્ટ્રી

0
18

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ભારતના પહેલા રોબોટ પોલીસની કેરળના લોકોને ઓળખ કરાવી. આ રોબોટ કેરળમાં પોલીસની કામગીરી કરશે. કેમ કે, આ રોબોટને પોલીસ હેડક્વાર્ટર બહાર ડ્યુટી સોંપવામાં આવી રહી છે. રોબોટ પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને સલાહ આપશે અને તેમને રસ્તો બતાવશે.

મળતી માહિતી પ્રમાણે રોબોર્ટનો ઉપયોગ કેરળ પોલીસ ડેટા કલેક્ટ કરવા માટે કરશે. જેથી પોલીસ સેવાની ગુણવત્તામાં વધારે સુધારો કરી શકાય. કેરળના એડીજીપી મનોજ અબ્રાહમે જણાવ્યુ કે, રોબોર્ટનો ઉપયોગ ઈન્ફોર્મેશન, આસિસ્ટન્ટ અને સર્વિલાન્સ માટે કરવામાં આવશે. ત્યારે આ પ્રકારના રોબોર્ટ દેશના અન્ય રાજ્યમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here